Islamic Research and Education Center, Nadiad
Guiding Souls, Enlightening Minds.
Assalamu Alaikum Wa Rahmatullahi Wa Barakatuh,
Welcome to the Islamic Research and Education Center. It is our sincere hope that this center becomes a second home for you, a place where your faith is strengthened, your knowledge increased, and your connection to the community deepened. We are here to walk with you on your spiritual journey. Please feel free to reach out to us with your questions, ideas, and needs.
અસ્સલામુ અલૈકુમ વા રહમતુલ્લાહિ વા બરકાતુહુ,
ઇસ્લામિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન સેન્ટરમાં ની વેબ સાઇટ પર આપનું સ્વાગત છે. અમારી હાર્દિક ઈચ્છા છે કે આ કેન્દ્ર આપના માટે બીજું ઘર બની જાય, એક એવું સ્થાન જ્યાં આપનુ ઈમાન મજબૂત થાય, આપના જ્ઞાનમાં વધારો થાય અને સમુદાય સાથેનો આપનો જોડાણ ગહેરો થાય. આપની આધ્યાત્મિક યાત્રામાં આપની સાથે ચાલવું એ જ અમારું ધ્યેય છે. આપના પ્રશ્નો, વિચારો, અને જરૂરીયાતો સાથે અમારો સંપર્ક કરવામાં આપ નિર્ભય રહેશો.
ઇસ્લામિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન સેન્ટર ની વેબ સાઇટ પર તમારું સ્વાગત છે.
અમારી ખૂબ જ ઇચ્છા છે કે આ કેન્દ્ર આપના માટે બીજું ઘર જેવું બની જાય. એક એવી જગ્યા જ્યાં:
આપનું ઈમાન મજબૂત થાય
આપનું જ્ઞાન વધે
સમુદાય સાથેનો જોડાણ મજબૂત થાય
આપના ધાર્મિક સફરમાં અમે આપના સાથી છીએ. આપને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ વિચાર હોય અથવા કોઈ મદદ જોઈએ તો, બિન સંકોચ અમારો સંપર્ક કરશો.
અમારી સંસ્થા વિશે:
ઇસ્લામિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન સેન્ટર એક શાંતિપૂર્ણ અને જ્ઞાનવર્ધક સ્થળ છે. અહીં આપ સવાલ પૂછી શકો છો, શીખી શકો છો.
ઇસ્લામ શું છે? સરળ માં સમજો:
ઇસ્લામનો અર્થ છે "શાંતિ". આ એક એવો ધર્મ છે જે એક ભગવાન (અલ્લાહ) માં વિશ્વાસ શિખવાડે છે, જે દયાળુ અને માફ કરનારો છે. તે આપણા જીવનને સારો અને અર્થપૂર્ણ બનાવવાની રીત શીખવે છે.
આવો અને જાણો:
આપના મનમાં ઇસ્લામ વિશે કોઈ પણ પ્રશ્ન હોય? અમારા દરવાજા દરેક માટે ખુલ્લા છે.
તમે કહી દો કે અય કિતાબવાળાઓ ! એવી ન્યાયવાળી વાત તરફ આવો જે અમારા અને તમારામાં સમાન છે કે આપણે અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈની બંદગી ન કરીએ, અને ન તેના સાથે કોઈને ભાગીદાર ઠેરવીએ, ન અલ્લાહ (તઆલા)ને છોડીને પરસ્પર એકબીજાનો રબ બનાવી લઈએ, જો તેઓ મોઢું ફેરવી લે તો કહી દો કે ગવાહ રહેજો કે અમે તો મુસલમાન છીએ. (સૂરહ આલે ઈમરાન 3:64)